🔥 TRENDING கனமழையால் மரம் விழுந்து நாகர்கோவில் -... कोपरा गांव में सड़क नहीं बनने से ग्राम... Heavy Rain Hits Valiyoor in Tirunelvel... રાજકોટ: રૈયાગામમાંથી બકરીના બચ્ચા સાથે... कच्ची दरगाह-मैया बाग मार्ग पर जलभराव,... ગાંભોઇ પોલીસે ગુમ થયેલા બે મોબાઇલ ફોન...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ખેડા પોલીસ અધિક્ષક દ્વારા નિવૃત્ત પોલીસ કર્મચારીઓને વિદાય શુભેચ્છા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 03:08 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલે નિવૃત્ત થઈ રહેલા પોલીસ કર્મચારીઓને તેમના સુખ,શાંતિ અને સમૃદ્ધિપૂર્ણ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી..

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ અને પોલીસ પરિવાર દ્વારા પોલીસ દળમાંથી નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓ માટે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અધિક્ષક વિજય પટેલે નિવૃત્ત થતા કર્મચારીઓને તેમના ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે જણાવ્યું કે નિવૃત્તિ બાદનું જીવન સુખ,શાંતિ,સમૃદ્ધિ અને આનંદથી ભરપૂર રહે તેવી તેઓ કામના કરે છે.સાથે સાથે તેમણે નિવૃત્ત કર્મચારીઓના સારા ભવિષ્ય, સ્વસ્થ અને દીર્ઘ આયુષ્ય માટે પણ હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરી હતી..

આ કાર્યક્રમ પોલીસ વિભાગ દ્વારા પોતાના કર્મચારીઓના યોગદાનને બિરદાવવા અને તેમને સન્માનિત કરવાના ઉદ્દેશ્યથી યોજાયો હતો.નિવૃત્ત કર્મચારીઓએ પોલીસ અધિક્ષક અને સમગ્ર પોલીસ પરિવારનો આભાર માન્યો હતો.
📲Get App