🔥 TRENDING Flydubai Passenger Says He Subdued Ter... Five dead as luxury bus collides with... Only 8 Cashless Claims Monthly Despite... Canadian TV series Mayday credited wit... Haryana Approves ₹1,662-Crore Tender f... Haryana NHM Introduces District Rankin...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડોદરા: જ્યુબિલીબાગ પાસે ડ્રેનેજ કામગીરી દરમિયાન રોડ બેસી ગયો, વાહનવ્યવહાર ખોરવાયો

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 01 Oct 2026, 10:05 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરાના જ્યુબિલીબાગ પાસે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન રોડ બેસી જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પાલિકા દ્વારા તાત્કાલિક સમારકામ શરૂ કરાયું છે.

વડોદરા શહેરના જ્યુબિલીબાગ પાસે ડીંગલી સર્કલથી ગાંધી નગરગૃહ તરફ જતા માર્ગ પર બુધવારે સવારે અચાનક રોડ બેસી જવાની ઘટના બની હતી. ડ્રેનેજ લાઈન નાખવાનું કામ ચાલતું હોવાથી પહેલેથી જ રસ્તો સાંકડો થઈ ગયો હતો, ત્યાં આ ઘટના બનતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, JCPant થી ડીંગલી સર્કલ વચ્ચે ૧૦૦ વર્ષ જૂની ૧૫૦ mm ની ડ્રેનેજ લાઈનને બદલીને ૬૦૦ mm ની નવી લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. આ કુલ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. ૧૩ કરોડ છે. આ કામગીરી પૂર્ણ થવાથી મંગળ બજાર, બાજવાડા, નવા બજાર, રાયખડ ટાંક સહિતના વિસ્તારના આશરે ૩૫ હજાર લોકોને ફાયદો થશે.

રોડ બેસી જતાંની સાથે જ તાત્કાલિક અસરથી પાલિકા દ્વારા બેરિકેડ લગાવી માર્ગ બંધ કરવામાં આવ્યો હતો અને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ધોરણે સમારકામ પૂર્ણ કરવાની માંગ કરી છે.

પાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે કે ડ્રેનેજ લાઈન બદલવાની કામગીરી દરમિયાન જમીન ધોવાઈ જતાં રોડ બેસી ગયો હતો. આ રસ્તો આગામી ૨૪ થી ૪૮ કલાકમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે તેવી અપેક્ષા છે.
📲Get App