🔥 TRENDING Congress Leader Arrested in Amritsar O... Delhi Police Claims Gurugram Police De... Amitabh Bachchan Remembers Shooting De... Yami Gautam Dhar Shares Secrets of Por... Car Crash Reported in Las Vegas, Autho... Mahalakshmi Scheme Drives 97.20 Lakh R...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઇડરમાં રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા સામે નગરપાલિકાની રાત્રિ ઝુંબેશ: ૫ થી વધુ પશુઓ ઝડપાયા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 10:48 PM 👁 37
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા નગરપાલિકા દ્વારા રાત્રિ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ ૫ થી વધુ પશુઓને ઝડપી પાડવામાં આવ્યા છે..

સાબરકાંઠાના-:
ઇડર શહેરમાં રખડતા ઢોર અને તેના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા માટે ઇડર નગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.આ સમસ્યાને ગંભીરતાથી લઈને નગરપાલિકા દ્વારા રાત્રિ દરમિયાન ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.આ ઝુંબેશ આગામી ૧૦ દિવસ સુધી ચાલશે, જેમાં રસ્તા પર રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવશે.આ ઝુંબેશના ભાગરૂપે નગરપાલિકાની ટીમ, ચીફ ઓફિસર અને અન્ય પદાધિકારીઓ મોડી રાત્રે રોડ પર ઉતરીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને પશુઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રથમ દિવસે જ આ કાર્યવાહી દરમિયાન ૫ થી વધુ રખડતા પશુઓને સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યા હતા..

નગરપાલિકાની આ કાર્યવાહી બાદ દૂધ દોહ્યા બાદ પણ પોતાના પશુઓને રસ્તા પર છોડી દેતા પશુપાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં ટ્રાફિક વ્યવહારને સુગમ બનાવવાનો અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
📲Get App