🔥 TRENDING India’s Factory Growth Hits 7‑Month Hi... India's Growth Momentum Remains Strong... India's Economy Expected to Grow 7.3%... Devotional Film 'Hanuman Ansh' Surpass... Paradise Hits Rs 154 Cr Worldwide on D... Ancy Sojan Misses Asian Games Gold by...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

અનાવલની શ્રી મહુવા તાલુકા કામદાર સહકારી મંડળીની ૭૭મી વાર્ષિક સાધારણ સભા આજે ઉત્સાહભેર યોજાઈ: વાર્ષિક અહેવાલ અને હિસાબ મંજૂર કરાયા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 Oct 2026, 01:50 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રી મહુવા તાલુકા કામદાર સહકારી મંડળી લિ.ની ૭૭મી વાર્ષિક મીટિંગ સફળતાપૂર્વક સંપન્ન

સુરત જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા "શ્રી મહુવા તાલુકા કામદાર સહકારી મંડળી લિ." (મુ.પો. અનાવલ, તા. અંબિકા, જિ. સુરત) ની વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના વર્ષની ૭૭મી વાર્ષિક સાધારણ સભા સફળતાપૂર્વક યોજાઈ ગઈ છે.
આજની આ મહત્ત્વપૂર્ણ મીટિંગમાં મંડળીના સભાસદોની ઉપસ્થિતિમાં સંસ્થાનો ૭૭મો વાર્ષિક અહેવાલ અને હિસાબ રજૂ કરીને તેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. સને ૧૯૨૫ ના સહકારી મંડળીઓના કાયદા હેઠળ કાર્યરત આ મંડળી લાંબા સમયથી વિસ્તારના કામદારો અને પશુપાલકોના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે.
આજની મીટિંગનું સંચાલન મંડળીના મુખ્ય હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં
• પ્રમુખ: મહેન્દ્રભાઈ એન. પટેલ
• ઉપ-પ્રમુખ: ઈશ્વરભાઈ સી. પટેલ
• મંત્રી: કિશોરભાઈ ડી. પટેલ
જેવા આગેવાનો હાજર રહ્યા હતા

"વિના સહકાર નહિ ઉદ્ધાર" ના મંત્ર સાથે આજની વાર્ષિક સભામાં મંડળીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી વર્ષ માટેના મંડળીના કાર્યો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સભાસદો પોતાના વાર્ષિક રિપોર્ટની પુસ્તિકા સાથે આ મીટિંગમાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App