🔥 TRENDING Congress Leader Arrested in Amritsar O... Delhi Police Claims Gurugram Police De... Amitabh Bachchan Remembers Shooting De... Yami Gautam Dhar Shares Secrets of Por... Car Crash Reported in Las Vegas, Autho... Mahalakshmi Scheme Drives 97.20 Lakh R...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ ગ્રામ્ય: સ્ટેટ મોનીટરીંગ સેલે બાવળા પાસેથી ૪ કિલોથી વધુ એંબરગ્રીસ ઝડપી પાડી

✍️ Reporter: Salman sama 🗓 01 Oct 2026, 10:25 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના બાવળા પોલીસ સ્ટેશનની હદમાંથી કરોડો રૂપિયાની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરતા અમદાવાદ ગ્રામ્યના બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટી માત્રામાં એંબરગ્રીસનો જથ્થો પકડી પાડ્યો છે. આ ઝડપાયેલા એંબરગ્રીસનું વજન ૪ કિલો અને ૩૫૪ ગ્રામ જેટલું છે, જેની અંદાજિત કિંમત રૂપિયા ૪ કરોડ ૩૫ લાખ ૪૦ હજાર રૂપિયા આંકવામાં આવી છે.

આ કાર્યવાહી બાવળા પોલીસ સ્ટેશનની હદમાં કરવામાં આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની સતર્કતા અને ચોક્કસ બાતમીના કારણે આ મોટી સફળતા મળી છે. એંબરગ્રીસ એ વ્હેલ માછલીની ઉલ્ટી હોવાનું કહેવાય છે અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ ઊંચી કિંમત હોય છે.

પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ એંબરગ્રીસ કોના દ્વારા લાવવામાં આવી હતી અને તેનો આગળ શું ઉપયોગ થવાનો હતો તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે. આટલા મોટા જથ્થામાં એંબરગ્રીસ ઝડપાતા વન વિભાગ અને અન્ય સંબંધિત એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે.
📲Get App