🔥 TRENDING મિલિયમ ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓની... मुरबाडमध्ये आंतरराष्ट्रीय ज्येष्ठ नागर... ગાંધીધામ: ફોર્ચ્યુનર કારમાંથી ₹13.42 લ... 6 Youths Arrested in Nuh Over Alleged... Bengaluru College Student Stabbed to D... Mumbai Special Court Denies Bail to Ac...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વંથલીના તૃપ્તિ પેટ્રોલિયમમાં ડે. કલેક્ટર દ્વારા આકસ્મિક તપાસણી

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 01 Oct 2026, 09:12 AM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વંથલીના દિલાવરનગર ખાતે આવેલ ઈન્ડિયન ઓઈલના તૃપ્તિ પેટ્રોલિયમ પંપ પર ડે. કલેક્ટર દ્વારા પેટ્રોલ-ડીઝલની ડેન્સિટી અને સ્ટોક રજિસ્ટર સહિતના રેકોર્ડની ચકાસણી કરવામાં આવી.

વંથલી: વંથલી તાલુકાના દિલાવરનગર ખાતે આવેલ ઈન્ડિયન ઓઈલના તૃપ્તિ પેટ્રોલિયમ પંપ પર વંથલીના ડેપ્યુટી કલેક્ટર દ્વારા એક આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન, પેટ્રોલ અને ડીઝલની ડેન્સિટી, સ્ટોક રજિસ્ટર તેમજ પેટ્રોલિયમ વેચાણને લગતા અન્ય જરૂરી રેકોર્ડ અને માપદંડોની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેટ્રોલિયમ સંચાલકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પેટ્રોલિયમ કંપનીને જણાવવામાં આવ્યું છે કે જો સંબંધિત સૂચનાઓનું નિયત સમયમર્યાદામાં પાલન કરવામાં નહીં આવે તો નિયમોનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
📲Get App