🔥 TRENDING India-U.S. trade talks stall, Finance... Medical Miracle Movie Starring Sangeet... नवादा के हिसुआ में दुकानदार पर गोली चल... Netflix bags streaming rights for Biju... New OTT Releases This Week: Carrie, Be... Official Trailer of Sohla Released on...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વીરમગામ તાલુકાના નાની કુમાદ ગામની સિમમાથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 01 Oct 2026, 09:35 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તાલુકાના નાની કુમાદ ખાતે મળતી માહીતી મુજબ વિરમગામ તાલુકાના નાની કુમાદ ગામની સીમ માથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે શખ્સ ઝડપાયોનાની કુમાદ ગામની સીમમાંથી રૂ. 55,000નો મુદ્દામાલ કબજે વીરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વીરમગામ તાલુકાના નાની કુમાદ ગામની સીમમાં આવેલા નર્મદા કેનાલ રોડ પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક તથા અન્ય મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.પોલીસે વાસવા ગામની સીમમાં રહેતા નુરમમદ ગુલાબભાઈ સંધીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક, નાના મોટા બોરના લોખંડના ભાગો, છરા, એપ્ટિકડી, ગનપાઉડર તેમજ એક મોટરસાયકલ સહિત કુલ અંદાજે રૂ. 55,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ મામલે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App