🔥 ट्रेंडिंग ਡੇਰਾ ਬੱਸੀ ’ਚ ਇੱਕੋ ਸਮੇਂ ਉਡੇ 500 ਡਰੋਨਾਂ... દહીસર ગામે થયેલ ચોરી एटा: नवरात्रि को लेकर अलीगंज में पीस क... छत्तीसगढ़ के कांकेर जंगल में माओवादी ह... छत्तीसगढ़ हाई कोर्ट ने अध्ययन अवकाश मे... छत्तीसगढ़ में NEET UG राउंड 3 पंजीकरण...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતમાં બ્રિજ નિર્માણમાં વિલંબ મુદ્દે પૂર્વ મેયરના પ્રશ્નો બાદ તંત્ર હરકતમાં, રત્નમાલા બ્રિજનું કામ શરૂ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 अक्टू. 2026, 10:30 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બ્રિજ નિર્માણમાં થઈ રહેલા અસહ્ય વિલંબ અને ટ્રાફિક સમસ્યા અંગે પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ તંત્રનો ઉધડો લીધો હતો. આ રજૂઆત બાદ મનપા તાત્કાલિક હરકતમાં આવ્યું છે.

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરમાં બ્રિજ નિર્માણમાં થઈ રહેલા અસહ્ય વિલંબ અને તેના કારણે સર્જાતી ટ્રાફિકની વિકટ સમસ્યા અંગે પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ તંત્રનો ઉધડો લીધો હતો. આ વેધક સવાલો બાદ મનપાનું તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. પૂર્વ મેયરે મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલ સમક્ષ રજૂઆત કરી બ્રિજના કામમાં થઈ રહેલી ઢીલ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

આ કડક વલણના પગલે કતારગામ સ્થિત રત્નમાલા બ્રિજની બીજી બાજુનું અટકી પડેલું કામ તાબડતોબ શરૂ કરી દેવામાં આવ્યું છે. સામાન્ય સભા દરમિયાન પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ તંત્રની ગોકળગાય કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, રત્નમાલા બ્રિજનું કામ પૂર્ણ કરવાની મૂળ સમયમર્યાદા ગત જાન્યુઆરી મહિનામાં જ પૂરી થઈ ગઈ હતી.

ત્યારબાદ ફેબ્રુઆરીમાં બ્રિજના એક સ્પાનનું લોકાર્પણ કરી તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તે સમયે તંત્ર દ્વારા એવી ખાતરી આપવામાં આવી હતી કે બીજો સ્પાન બે મહિનામાં જ પૂર્ણ કરી દેવાશે, પરંતુ આ ખાતરી પોકળ સાબિત થઈ અને કામમાં 6 મહિનાથી વધુનો વિલંબ થઈ ચૂક્યો છે, જેના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
📲Get App