🔥 TRENDING સફાઈમિત્રો માટે આરોગ્ય તપાસ શિબિરનું આ... મુન્દ્રામાં ભૂખી નદી પાસે ખુલ્લેઆમ દાર... હિંમતનગર શહેરમાં સ્વચ્છતા અને સમૃદ્ધિ... લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કર... ग्वालियर: अतिथि शिक्षक पर महिला शिक्षि... Three Accused in 15-Lakh Fraud Over Fa...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહેસાણા જિલ્લામાં-: પોલીસ અધિક્ષક હિમાંશુ.આઈ.સોલંકીની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી માર્ગ સલામતી રેલી યોજાઈ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 09:50 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી 'માર્ગ સલામતી રેલી'નું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ બાઇક રેલીમાં ભાગ લીધો અને ટ્રાફિક નિયમોના પાલનની શપથ લીધી..

મહેસાણામાં-:
આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી 'માર્ગ સલામતી રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ખાસ કરીને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા..

રેલી દરમિયાન પોલીસ અધિક્ષક હિમાંશુ.આઈ.સોલંકીએ ઉપસ્થિત સૌને ટ્રાફિક નિયમોના પાલનની શપથ લેવડાવી હતી.આ શપથગ્રહણ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો અને લોકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.આ માર્ગ સલામતી રેલી દ્વારા સમાજમાં ટ્રાફિક નિયમોના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.પોલીસ વિભાગ દ્વારા આવા આયોજનો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે,જેથી નાગરિકોમાં માર્ગ સલામતી અંગેની જાગૃતિ સતત જળવાઈ રહે.
📲Get App