Crime
મોડાસા ટાઉન પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા..
મોડાસા ટાઉન પોલીસે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી થયેલ સોનાના દાગીનાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરી થયેલ સોનાના દાગીના કિંમત રૂ.૧,૨૦,૦૦૦/- સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે..
અરવલ્લીમાં-:
ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા અને ગુનાઓના ભેદ ઉકેલવા માટે પોલીસ અધિક્ષક અરવલ્લી-મોડાસા દ્વારા આપવામાં આવેલ સૂચનાઓના પગલે મોડાસા ટાઉન પોલીસ સક્રિય બની હતી.આ સૂચનાઓના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું.પેટ્રોલિંગ દરમિયાન સાથેના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ પ્રવિણસિંહને બાતમી મળી હતી કે સુકા બજાર ખાતે બે ઈસમો ચોરી કરેલ સોનાની વસ્તુઓ વેચવા માટે ફરી રહ્યા છે.આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક સુકા બજાર ખાતે પહોંચી તપાસ કરતાં એક થેલી સાથે બે ઈસમો શંકાસ્પદ રીતે ફરતા જણાયા હતા.પોલીસે બંને ઈસમોને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા.ઝડપી પાડવામાં આવેલ ઈસમોની થેલીની તપાસ કરતાં તેમાંથી સોનાની બુટ્ટી નંગ-૦૨, સોનાના જુમ્મર નંગ-૦૨ અને સોનાના કાનસેર નંગ-૦૨ મળી આવ્યા હતા. પૂછપરછ કરતાં બંને ઈસમો ગભરાઈ ગયા હતા અને યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ સોનાના દાગીના તેઓએ ચોરી કરેલા છે. પ્રથમ ઈસમે પોતાનું નામ મોહમદ ફૈજાન (ઉ.વ. ૨૦) અને બીજા ઈસમે હસનેન (ઉ.વ. ૨૪) હોવાનું જણાવ્યું હતું. બંને મોડાસાના રહેવાસી છે..
પ્રાથમિક પૂછપરછમાં મોહમદ ફૈજાને જણાવ્યું કે તેણે આશરે ત્રણ મહિના પહેલા અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં તેના મામાના ઘરે રોકાણ દરમિયાન, જ્યારે ઘરમાં કોઈ નહોતું ત્યારે આ સોનાના દાગીનાની ચોરી કરી હતી. તેણે તેના મિત્ર હસનેન સાથે મળી આ ચોરીનો મુદ્દામાલ વેચવા માટે પ્રયાસ કરી રહ્યો હતો.પોલીસે કુલ રૂ. ૧,૨૦,૦૦૦/- ની કિંમતના સોનાના દાગીના કબજે કરી આગળની કાર્યવાહી માટે અમદાવાદ જિલ્લાના દાણીલીમડા પોલીસ સ્ટેશનને જાણ કરી છે.આ પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જેમાં આર.ડી.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,એસ.એસ.મલેક પોલીસ સબ ઇન્સપેક્ટર મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ભરતસિંહ માનસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સતિશકુમાર દીપસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાહુલકુમાર અરવિંદભાઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ પ્રવિણસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન..