🔥 TRENDING સફાઈમિત્રો માટે આરોગ્ય તપાસ શિબિરનું આ... મુન્દ્રામાં ભૂખી નદી પાસે ખુલ્લેઆમ દાર... હિંમતનગર શહેરમાં સ્વચ્છતા અને સમૃદ્ધિ... લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કર... ग्वालियर: अतिथि शिक्षक पर महिला शिक्षि... Three Accused in 15-Lakh Fraud Over Fa...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

સુરત શિક્ષણ સમિતિની ચૂંટણીમાં વિપક્ષની ગેરહાજરી, તમામ ૧૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 Oct 2026, 10:22 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય ચૂંટણીમાં વિપક્ષે એક પણ ઉમેદવાર ન ઉતારતા સમિતિ સંપૂર્ણપણે વિપક્ષ મુક્ત બની છે. કુલ ૧૨ ફોર્મ માન્ય રહેતા તમામ ૧૨ સભ્યોને બિનહરીફ વિજેતા જાહેર કરાયા.

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય ચૂંટણીમાં એક અનોખી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં વિપક્ષે એક પણ ઉમેદવાર ન ઉતારતા સમિતિ સંપૂર્ણપણે વિપક્ષ મુક્ત બની છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ કુલ ૧૨ ફોર્મ માન્ય ઠર્યા હતા. નિયત બેઠકો સામે માત્ર ૧૨ ઉમેદવારો જ ચૂંટણી મેદાનમાં બાકી રહેતા ચૂંટણી અધિકારી દ્વારા તમામ ૧૨ સભ્યોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

વિપક્ષ તરફથી કોઈ પણ પ્રકારની દાવેદારી ન થવાના કારણે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને બિનહરીફ સંપન્ન થઈ છે. આ નવી રચાયેલી ટીમ હવે સુરત શહેરની ૩૬૭ જેટલી પ્રાથમિક શાળાઓનું નેતૃત્વ અને સમગ્ર વહીવટી સંચાલન સંભાળશે, જે એક મહત્વપૂર્ણ જવાબદારી છે.

બિનહરીફ ચૂંટાયેલા તમામ સભ્યો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. જેમાં અનુસૂચિત જાતિ અને આદિજાતિ અનામત બેઠક પર સેનેટરી ઇન્સ્પેક્ટર્સ ડિપ્લોમા ધરાવતા મયુરકુમાર છોટુભાઈ વાઘેલા ચૂંટાયા છે. મેટ્રીક્યુલેશન અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતી બેઠકો પર બીકોમ થયેલા પિયુષ બિપીનચંદ્ર લાકડવાલા, બીએ થયેલા કનુભાઈ મોતીભાઈ અલગૌતર તેમજ બીએ, બીએડ્ અને ડીસીએની ડિગ્રી ધરાવતા મહેશભાઈ વલ્લભભાઈ પટેલ બિનહરીફ જાહેર થયા છે.
📲Get App