🔥 TRENDING Congress Leader Arrested in Amritsar O... Delhi Police Claims Gurugram Police De... Amitabh Bachchan Remembers Shooting De... Yami Gautam Dhar Shares Secrets of Por... Car Crash Reported in Las Vegas, Autho... Mahalakshmi Scheme Drives 97.20 Lakh R...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પાલનપુર: 'સ્વચ્છતા હી સેવા - ૨૦૨૬' અભિયાન હેઠળ સાગ્રોસણામાં શ્રમદાન દિવસની ઉજવણી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 08:38 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાલનપુરના સાગ્રોસણા ખાતે 'સ્વચ્છતા હી સેવા - ૨૦૨૬' અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો રાષ્ટ્રવ્યાપી 'શ્રમદાન દિવસ' રાજ્ય સભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ અને ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકરની ઉપસ્થિતિમાં યોજાયો..

બનાસકાંઠાના-:
પાલનપુરના સાગ્રોસણા ખાતે 'સ્વચ્છતા હી સેવા - ૨૦૨૬' અભિયાનના ભાગરૂપે એક જિલ્લા કક્ષાનો રાષ્ટ્રવ્યાપી 'શ્રમદાન દિવસ' કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં રાજ્ય સભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ અને ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.આ પ્રસંગે સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. સ્વચ્છતા એ માત્ર એક દિવસનું કાર્ય નથી,પરંતુ તે આપણા સંસ્કાર અને સ્વભાવનો અભિન્ન અંગ બનવો જોઈએ,તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ અભિયાનનો ઉદ્દેશ્ય લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાનો છે..

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ શ્રમદાન કરીને સ્વચ્છતા જાળવણીમાં પોતાનું યોગદાન આપ્યું હતું.આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે અને સામૂહિક પ્રયાસો દ્વારા પર્યાવરણને સ્વચ્છ રાખવાની પ્રેરણા આપે છે.
📲Get App