🔥 TRENDING Vande bharat updat the high speed vand... पनकी पड़ाव पुल की बदहाल स्थिति का सांस... Badh se pidit logo ki madad karna કેપ્ટન સ્મિતના સાહસિક કાર્યને સલામ: ૧૭... गोवा: मुख्यमंत्री डॉ. प्रमोद सावंत ने... ભચાઉ તાલુકાના નારણસરીમાં ગેરકાયદે રેતી...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નિર્મા યુનિવર્સિટીમાં સુરક્ષા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો, ‘બ્લેક ડે’ મનાવી કર્યો વિરોધ
Education

નિર્મા યુનિવર્સિટીમાં સુરક્ષા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો, ‘બ્લેક ડે’ મનાવી કર્યો વિરોધ

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 01 Oct 2026, 08:08 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદની નિર્મા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ સામે અજાણ્યા શખસની અશ્લીલ હરકતોના વાયરલ વીડિયો બાદ વિદ્યાર્થીઓએ ‘બ્લેક ડે’ મનાવી વિરોધ પ્રદર્શન કર્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી નિર્મા યુનિવર્સિટીમાં સુરક્ષા મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગર્લ્સ હોસ્ટેલ નજીક સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે, જેના પગલે વિદ્યાર્થીઓએ આજે ‘બ્લેક ડે’ મનાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ કાળાં વસ્ત્રો પહેરીને યુનિવર્સિટી કેમ્પસમાં દેખાવો કર્યા હતા.

આ ઘટનાની શરૂઆત 29 સપ્ટેમ્બરે થઈ હતી, જ્યારે H-5 બિલ્ડિંગ પાસે એક અજાણ્યા શખસે ગર્લ્સ હોસ્ટેલ સામે અશ્લીલ હરકતો કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થતાં વિદ્યાર્થીનીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

આ મામલે વિદ્યાર્થીઓએ તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. ઘટનાના પગલે સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે અને વાયરલ વીડિયો તેમજ ઘટના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. યુનિવર્સિટી પ્રશાસન તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
📲Get App