🔥 TRENDING વિરમગામમાં આઇકોનિક કોમ્પલેક્ષ માં Nexu... दिनदहाड़े किसान की भैंस चोरी, लाखों के... Gurmmeet Singh Reveals He Saw Mirzapur... AAP Punjab Government Faces Multi‑Fron... Punjab Families Protest Over 'Chitta'... BJP Leader Sunil Jakhar Accuses AAP of...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ: શહેરના ઢેબર રોડ પર બસ સ્ટેશનની ઉપર આવેલી એક સ્પામાં મસાજ સેન્ટરની આડમાં કથિત દેહવ્યાપારની પ્રવૃતિ્ત ચાલી રહી હોવાની બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા દરોડો પાડી પોલીસે ચાર યુવતીઓને મુક્ત કરાવી છે.

✍️ Reporter: Naresh katua 🗓 30 Sep 2026, 07:42 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ: શહેરના ઢેબર રોડ પર બસ સ્ટેશનની ઉપર આવેલી એક સ્પામાં મસાજ સેન્ટરની આડમાં કથિત દેહવ્યાપારની પ્રવૃતિ્ત ચાલી રહી હોવાની બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા દરોડો પાડી પોલીસે ચાર યુવતીઓને મુક્ત કરાવી છે.રૂ.25,800 રોકડ અને એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ.30,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢેબર રોડ પર બસ સ્ટેશનની ઉપર આવેલી દુકાન નં.58 અને| 59, ત્રીજા માળે કાર્યરત ‘સેન્ડલ વેલનેસ સેન્ટર સ્પા’ અંગે માહિતી મળી હતી. સ્પાની આડમાં યુવતીઓને રાખી મસાજના નામે ગ્રાહકોને બોલાવવામાં આવતા હોવાની અને કથિત રીતે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની હકીકત સામે આવી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ AHTUની ટીમે બે પંચોને સાથે રાખી ડમી ગ્રાહક મોકલી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સ્પામાં આવતા ગ્રાહક પાસેથી રૂ.1,000 એન્ટ્રી ફી લેવામાં આવતી હતી. ત્યારબાદ કથિત ‘એક્સ્ટ્રા સરિ્વસ’ના| નામે ગ્રાહકદીઠ રૂ.2,000 અલગથી વસૂલવામાં આવતા હોવાનો પોલીસનો આક્ષેપ છે. દરોડા દરમિયાન સ્પામાં દેહવ્યાપારની પ્રવૃતિ્ત| ચાલતી હોવાનું ધ્યાનમાં આવતા સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં Immoral Traffic (Prevention)| Act, 1956ની કલમ 3, 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે નસીમબેન કાસમભાઈ કાદરી અને કાસમભાઈ કમાલુદીન કાદરી સામે કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, નસીમબેન સ્થળ પરથી મળી આવ્યા હતા, જ્યારે કાસમભાઈ હાજર મળ્યા નહોતા.દરોડા દરમિયાન ચાર યુવતીઓને દેહવ્યાપારની કથિત પ્રવૃતિ્તમાંથી મુક્ત કરાવવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સ્પામાં ચાલતી પ્રવૃતિ્ત સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
📲Get App