🔥 ट्रेंडिंग मेघालय सरकार ने बांग्लादेशीय घुसपैठ रो... हिमाचल के सीएम सुखु ने पूर्व मंत्री मं... कथुआ जलविद्युत संयंत्र में सीआईएसएफ जा... कुकी‑जो परिषद ने संघ शासित प्रदेश की म... मिज़ोरम ने मणिपुर के चुराचंदपुर के लिए... मणिपुर में एनआरसी अद्यतन के लिए महिला...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
मौसम

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં આંધી-તોફાન સાથે ભારે વરસાદની શક્યતા

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 30 सित. 2026, 12:18 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચોમાસાની વિદાય વેળાએ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં આંધી-તોફાન સાથે ભારે વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગે આગાહી કરી છે.

ચોમાસાની વિદાય ટાણે જ દેશ સહિત ગુજરાતમાં મેઘરાજા ફરી ધમાકેદાર ઈનિંગ રમી શકે છે. હવામાન ક્ષેત્રે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભેજયુક્ત પવન સક્રિય થયો છે, જેનાથી આગામી સમયમાં ભારે આંધી-તોફાન સાથે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન 'હાથિયો' નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.

આ ઉપરાંત, 10 ઓક્ટોબરથી સૂર્ય ચિત્રા નક્ષત્રમાં પ્રવેશતાં નવરાત્રીના આરંભમાં વાદળછાયું વાતાવરણ અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજના કારણે દક્ષિણ ગુજરાત તથા અન્ય ભાગોમાં છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ નવરાત્રીનો રંગ બગાડે તેવી પૂરી શક્યતા દર્શાવાઈ છે.
📲Get App