🔥 TRENDING বাগনানের খালোড় কালীবাড়িতে সকল রাজ্যে... पंचायतीराज चुनाव सीधी-रीवा सुगम परिवहन सेवा शुरू, यात्र... ಯಲಹಂಕ: ಮತ್ತಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಅದ್ದೂರಿಯಾಗಿ... Supreme Court lists KANHA @ KANHAIYA S... Amritsar Youth Arrested with Homemade...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગોંડલ તાલુકાના ડેમોને સૌની યોજના સાથે જોડવા ગાંધીનગરમાં રજૂઆત

✍️ Reporter: Varu Arjanbhai 🗓 30 Sep 2026, 09:18 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગોંડલ તાલુકાના નાના-મોટા ડેમોને સૌની યોજનાની મુખ્ય પાઇપલાઇન સાથે જોડી પાણી પહોંચાડવા અંગે ગાંધીનગર સચિવાલય ખાતે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ અને સૌની યોજનાના સચિવ સાથે ધારાસભ્ય જયરાજસિંહજી જાડેજા સહિતના આગેવાનોએ ચર્ચા કરી.

આજરોજ ગાંધીનગર સચિવાલય ખાતે સૌની યોજના અંતર્ગત ગોંડલ તાલુકાના વિસ્તારોમાં આવેલા નાના-મોટા ડેમોને મુખ્ય પાઇપલાઇન સાથે જોડી પાણી પહોંચાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં આદરણીય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, સૌની યોજનાના સચિવ શ્રી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

આશરે એક થી દોઢ કલાક ચાલેલી આ ચર્ચા દરમિયાન, ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહજી જાડેજા, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ઠુંમર, તેમજ ગોંડલ તાલુકાના આગેવાનો શ્રી અશોકભાઈ પીપળીયા, શ્રી પ્રફુલભાઈ ટોળીયા, શ્રી વિશાલભાઈ ખુટ, શ્રી ઘનશ્યામભાઈ કાછડીયા સહિતના પ્રતિનિધિઓએ પોતાના વિસ્તારોમાં પાણીની જરૂરિયાત અને સૌની યોજનાના અમલીકરણ અંગે રજૂઆતો કરી હતી.

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગોંડલ તાલુકાના સિંચાઈ ક્ષેત્રનો વિકાસ કરવાનો અને ખેડૂતોને પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવવાનો હતો. સૌની યોજનાના અધિકારીઓએ આ રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી અને શક્ય તેટલી વહેલી તકે આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવાની ખાતરી આપી.
📲Get App