अपराध
સુરત: પાણીપુરી ખાવા નીકળેલી સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ, મહારાષ્ટ્રથી આરોપી ઝડપાયો
સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાંથી ત્રણ મહિના અગાઉ પાણીપુરી ખાવા જવાનું કહીને નીકળેલી 14 વર્ષની સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરવાના કેસનો ચોકબજાર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી આરોપીને દબોચી લીધો છે.
સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાંથી ત્રણ મહિના અગાઉ ‘પાણીપુરી ખાવા જાઉં છું’ એમ કહીને નીકળેલી 14 વર્ષની સગીરાના અપહરણના ગુનાનો ચોકબજાર પોલીસે ભેદ ખોલ્યો છે. આરોપીએ લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યું હતું. આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી.
પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ સમન્વયનો ઉપયોગ કરીને આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. આ તપાસ દરમિયાન પોલીસ મહારાષ્ટ્ર પહોંચી હતી.
મહારાષ્ટ્ર ખાતે પોલીસે ધામા નાખીને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે અપહરણ કરાયેલી સગીરાને હેમખેમ મુક્ત કરાવી છે અને તેને તેના પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે.