🔥 TRENDING 22-Year-Old IGNOU Student Dies in Bike... Ex-MP’s Car Hits Two Scooters in Mumba... IIT Madras Study Finds Educated, Digit... Wildlife Conservation Faces Delayed Ju... Witness alleges assault by accused's k... Shaktikanta Das calls India a bright s...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ટ્રક અને રીક્સા વચ્ચે અકસ્માત

✍️ Reporter: Husain Dhoki 🗓 30 Sep 2026, 07:34 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વરવાળા પાસે બંધ ખટારા પાછળ રિક્ષા અથડાતાં ચાલક ગંભીર રીતે ઘાયલ: વધુ સારવાર માટે જામનગર ખસેડાયા
વરવાળા, ૨૯ સપ્ટેમ્બર:
વરવાળા પાસે આજે બપોરના સમયે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઓખાથી રૂપણ બંદરનું ફેરું ભરીને જતી રિક્ષા રસ્તા પર બંધ પડેલા એક ખટારા (ટ્રક) પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે.
અકસ્માતનો ભોગ બનનાર રિક્ષા ચાલકનું નામ જાવિદ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલા જાવિદ રાઠોડને તાત્કાલિક વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે.
📲Get App