Local
ભચાઉના સામખિયાળી નજીક સ્ક્રેપમાં આગ લાગતા ફાયર ટીમ દ્વારા કાબૂ મેળવાયો
ભચાઉ તાલુકાના સામખિયાળી ગામ નજીક ટોલ પ્લાઝા પાસે આવેલા સ્ક્રેપ યાર્ડમાં આગ લાગવાની ઘટના બની હતી. ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આજ રોજ તારીખ 30/09/2026 ના રોજ બપોરના 01.20 વાગ્યાની આસપાસ ભચાઉ નગરપાલિકા ફાયર બ્રિગેડને 112 નંબર પર સામખિયાળી ગામ નજીક ટોલ પ્લાઝા પાસે આવેલી એક હોટલની પાછળ આવેલા સ્ક્રેપ યાર્ડમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો.
માહિતી મળતાની સાથે જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી અને તેના પર સફળતાપૂર્વક કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આ આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર ટીમના કર્મચારીઓ દાફડા પ્રવીણ, કુલદીપ ભાઈ અને શક્તિ સિંહ જોડાયા હતા. તેમની સક્રિયતા અને સમયસરની કાર્યવાહીને કારણે મોટી જાનહાનિ અને નુકસાન ટાળી શકાયું હતું.