🔥 TRENDING શિહોરી સ્મશાન ભૂમિ પર શ્રી જોગમાયા સેવ... ભિલોડા દુષ્કર્મ કેસ: આરોપીને ૨૦ વર્ષની... ଓଡ଼ିଶାରେ ନାହିଁ ବଡ଼ ବନ୍ୟା ଆଶଙ୍କା; ହୀରାକ... નલિયા ST બસ સ્ટેશનમાં મુસાફરો માટે બાં... ଚଳନ୍ତା ଟ୍ରେନରେ ଚଢ଼ିବା ବେଳେ ଖସିପଡ଼ିଲେ ମ... નિરોણા ગામમાં 'આંગણ ઉત્સવ 2026'ની ઉજવણ...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતના પુણાગામમાં હોટ ફિક્સ વેસ્ટના ઢગલામાં ભીષણ આગ, કાર પણ ભસ્મીભૂત

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Sep 2026, 12:32 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના પુણાગામ વિસ્તારમાં બોરડા ફાર્મ નજીક હોટ ફિક્સના પ્લાસ્ટિક વેસ્ટના ઢગલામાં મોડી રાત્રે આગ લાગતાં ભારે નુકસાન થયું હતું. સ્થાનિકોએ પાલિકા તંત્રની લાપરવાહી સામે રોષ વ્યક્ત કર્યો છે.

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા બોરડા ફાર્મ નજીક હોટ ફિક્સના પ્લાસ્ટિક વેસ્ટના ઢગલામાં મોડી રાત્રે અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભયાનક હતી કે નજીકમાં પાર્ક કરેલી એક કાર પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી અને કારના કેટલાક ભાગો ઓગળી જતાં ભારે નુકસાન થયું હતું. સ્થાનિક રહીશો દ્વારા અગાઉ સુરત મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં કચરો ફેંકનારા માફિયાઓ સામે કોઈ પગલાં ન લેવાતાં પાલિકા તંત્રની ઘોર લાપરવાહી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

આગની ઘટનામાં ક્ષણભરમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પુણાગામ બોરડા ફાર્મ પાસે ખુલ્લી જગ્યામાં ટેક્સટાઈલ સાથે સંકળાયેલા પ્રતિબંધિત હોટ ફિક્સ વેસ્ટના મોટા ઢગલા ખડકી દેવામાં આવ્યા હતા. મોડી રાત્રે અચાનક આ કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી.

પ્લાસ્ટિક હોવાને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ડિબાંગ ઝેરી ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેનાથી આસપાસના રહીશોમાં ગૂંગળામણ સાથે ભયનો માહોલ સર્જાયો હતો. આગની ઘટના બાદ પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
📲Get App