🔥 TRENDING सांकोर्डेम पंचायत भवन के पुनर्निर्माण... ਰੂਪਨਗਰ: ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਵੱਲੋਂ ਨੌਜਵਾ... સાણંદ તાલુકાના જુવાલ ગામે જુવાલ ગ્રુપ,... ਨੂਰਪੁਰਬੇਦੀ: ਵਿਧਾਇਕ ਚੱਢਾ ਨੇ ਪਾਠੀ ਸਿੰਘਾਂ... ग्राम पंचायत केसवाही में स्ट्रीट लाइट... ਅਖਿਲ ਭਾਰਤੀ ਗੁੱਜਰ ਮਹਾਸਭਾ ਦੇ ਪ੍ਰਧਾਨ ਕਮਲ...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં બિહારના પિતા હત્યારા આરોપીની સારોલી પોલીસ દ્વારા ધરપકડ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Sep 2026, 05:36 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરના સારોલી વિસ્તારમાંથી બિહારના સમસ્તીપુર જિલ્લામાં પોતાના પિતાની હત્યા કરીને ફરાર થયેલા વોન્ટેડ આરોપીને સારોલી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી સુરતમાં ઓળખ છુપાવી મજૂરી કરતો હતો.

સુરતના સારોલી પોલીસે બિહારના સમસ્તીપુર જિલ્લામાં પોતાના પિતાની ઘાતકી હત્યા કરી સુરત આવી સંતાયેલા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ આરોપી સુરતના સારોલી વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને કિરણ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં મજૂરીકામ કરતો હતો.

સારોલી પોલીસની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન એક બાતમીદારે પોલીસને ચોક્કસ માહિતી આપી હતી. બાતમી મુજબ, બિહારના સમસ્તીપુર જિલ્લાના હલોઈ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપી શિવશંકર રઘુવીર સહાની હાલ સારોલી ગેટ પાસે આવેલા કિરણ ટ્રાન્સપોર્ટમાં હમાલીનું કામ કરી રહ્યો છે. બાતમીમાં આરોપીના કપડાંનું વર્ણન આછા લીલા રંગનું ટી-શર્ટ અને ગ્રે કલરનો ચડ્ડો હોવાનું જણાવ્યું હતું.

આ ચોક્કસ બાતમીના આધારે, પોલીસ કાફલાએ તાત્કાલિક કિરણ ટ્રાન્સપોર્ટ પર દરોડો પાડ્યો હતો. પોલીસે વર્ણન મુજબના શખ્સને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ માટે બિહાર પોલીસનો સંપર્ક કર્યો છે.
📲Get App