🔥 TRENDING मथुरा में नकली कोल्ड ड्रिंक का भंडाफोड... 10 of 19 Indian Services Sub‑Sectors R... Lawyer Tukaram Mundhe Updates Shah Ruk... Indian Entrepreneur Urvashi Demands Rs... Urvashi Rautela Faces ₹7,000‑Crore AI... Sparsh Shrivastava says Govinda, Salma...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વીરપુર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભ પ્રારંભ
Religion

વીરપુર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભ પ્રારંભ

✍️ Reporter: DHRUVIK SINH SOLANKI 🗓 30 Sep 2026, 12:33 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વીરપુર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભ પ્રારંભ

તા. ૨૯/૦૯/૨૦૨૬ના રોજ દેવશ્રી દિવ્ય આનંદ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમના લાભાર્થે યાત્રાધામ વીરપુર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્ઞાનયજ્ઞના પ્રારંભ પ્રસંગે ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને. શ્રી રાધે શ્યામ ગરબી મંડળની નાની-નાની બાળાઓ દ્વારા રાસ-ગરબાની સુંદર રજૂઆત કરીને પોથી યાત્રાની શોભા વધારી હતી

પોથી યાત્રા શ્રી રામજી મંદિર, ટાવર ચોક ખાતેથી પ્રસ્થાન કરી ત્યારબાદ

શ્રી જલારામ મંદિરે દર્શન કરીને યાત્રા ગાયત્રી મંદિર ખાતે પહોંચી હતી.



આ પોથી યાત્રામાં

કથાકાર પ.પૂ. શાસ્ત્રી શ્રી ધર્મેશભાઈ ત્રિવેદી

પૂ. શ્રી વિશ્વવિહારી સ્વામી (સ્વામિનારાયણ ગુરુકુળ, વીરપુર)

શ્રી અનિલભાઈ સરવૈયા (ગાયત્રી મુક્તિધામ પ્રમુખ, વીરપુર)

પૂ. શ્રી સુશીલાબા (બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય, વીરપુર)

પૂ. શ્રી મનીષ દીદી (દેવશ્રી દિવ્ય આનંદ ફાઉન્ડેશન, સાવરકુંડલા)

શ્રી અંજુબેન ગાજીપરા (રાધે શ્યામ મહિલા મંડળ પ્રમુખ, વીરપુર) સહિત ગામના અનેક અગ્રણીઓ અને સેવાભાવી સંસ્થા ની ઉપસ્થિત રહ્યા હતા.

ધાર્મિક અને સામાજિક એકતાના આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી પોથી યાત્રામાં ભાગ લીધો હતો.
📲Get App