Local
સુરતમાં 'વૈશાલી વડાપાઉં'માંથી વડાપાઉંમાં પથ્થર નીકળતાં ખળભળાટ, દુકાન સીલ
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જાણીતી ફૂડ બ્રાન્ડ 'વૈશાલી વડાપાઉં'ની એક શાખામાંથી ગ્રાહકને વડાપાઉંમાંથી પથ્થર મળતાં ચકચાર મચી છે. ફૂડ વિભાગે કાર્યવાહી કરી દુકાનને દંડ ફટકારી કામગીરી બંધ રાખવાનો આદેશ કર્યો છે.
ખાણીપીણીના શોખીનોના શહેર સુરતમાં ફરી એકવાર જાણીતી ફૂડ બ્રાન્ડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વરાછા મિનિબજાર સ્થિત અત્યંત લોકપ્રિય અને જાણીતા 'વૈશાલી વડાપાઉં'ની સીમાડા નાકા શાખામાંથી ગ્રાહકે ખરીદેલા વડાપાઉંમાંથી પથ્થર નીકળતાં હોબાળો મચી ગયો છે. ગ્રાહકની સતર્કતા અને ફૂડ સેફ્ટી વિભાગમાં કરાયેલી ફરિયાદના આધારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને દુકાનને દંડ ફટકારી લેબ રિપોર્ટ ન આવે ત્યાં સુધી કામકાજ બંધ રાખવાનો આદેશ કર્યો છે.
મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સીમાડા નાકા પાસે આવેલી વૈશાલી વડાપાઉંની શાખામાંથી વડાપાઉં ખરીદ્યું હતું. ખાવા દરમિયાન અચાનક મોઢામાં પથ્થર આવી જતાં ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. મોટી બ્રાન્ડ હોવા છતાં ખાદ્યસામગ્રીની સ્વચ્છતા અને ક્વોલિટીમાં દાખવવામાં આવેલી આ ગંભીર બેદરકારી સામે ગ્રાહકે સ્થળ પર વિરોધ દર્શાવ્યા બાદ સીધો જ મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગનો સંપર્ક કર્યો હતો અને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ નોંધાવી હતી.
ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે દુકાનની તપાસ હાથ ધરવામાં આવી હતી. ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઈને આરોગ્ય વિભાગે દુકાનદારને દંડ ફટકાર્યો છે. વધુમાં, ખાદ્ય પદાર્થની ગુણવત્તા અંગેનો લેબ રિપોર્ટ ન આવે ત્યાં સુધી દુકાનની તમામ કામગીરી સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટના બાદ શહેરમાં ફૂડ ક્વોલિટીને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે.