🔥 TRENDING Mohali Man Commits Suicide Live on Soc... Petrol Pump Attendant Assaulted in Moh... Kharar Police Detain Drunk Youth in Mo... Sheller owners and commission agents m... Congress Blames Maharashtra Govt for O... Maharashtra Youth Returns from Austral...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

હિંમતનગરની લો કોલેજને પારુલ યુનિવર્સિટીની રાજ્ય સ્તરીય મૂટકોર્ટ સ્પર્ધામાં 'શ્રેષ્ઠ મેમોરિયલ' એવોર્ડ મળ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 30 Sep 2026, 01:14 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર સ્થિત લો કોલેજે પારુલ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્ય સ્તરીય મૂટકોર્ટ સ્પર્ધામાં 'શ્રેષ્ઠ મેમોરિયલ'નો પ્રતિષ્ઠિત એવોર્ડ જીતીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર સ્થિત લો કોલેજની ટીમે પારુલ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્ય સ્તરીય મૂટકોર્ટ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને 'શ્રેષ્ઠ મેમોરિયલ'નો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.આ સિદ્ધિ બદલ કોલેજ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.આ સ્પર્ધામાં રાજ્યભરની વિવિધ લો કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.હિંમતનગર લો કોલેજની ટીમે કાયદાકીય દલીલો અને લેખિત દસ્તાવેજોની તૈયારીમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી. 'શ્રેષ્ઠ મેમોરિયલ'નો એવોર્ડ સ્પર્ધાના એક મહત્વપૂર્ણ પાસાનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં કાયદાકીય કેસના તથ્યો,દલીલો અને કાયદાકીય જોગવાઈઓનું વિગતવાર લેખિત સ્વરૂપ રજૂ કરવાનું હોય છે..

કોલેજના આચાર્ય અને અધ્યાપકોએ વિદ્યાર્થીઓની મહેનત અને લગનને બિરદાવી હતી.તેમણે જણાવ્યું કે આ પ્રકારની સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને વાસ્તવિક કાયદાકીય વાતાવરણનો અનુભવ કરાવે છે અને તેમના કૌશલ્યોને નિખારવામાં મદદરૂપ થાય છે.આ એવોર્ડ ભવિષ્યમાં અન્ય વિદ્યાર્થીઓને પણ આવી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરશે.
📲Get App