🔥 TRENDING Court Rules Wife’s Wish for Husband to... World Uyghur Congress Calls for Global... Global Air Passenger Demand Falls 0.8%... Youth Congress and SFI clash outside K... અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમાં વિભાગે મોટી... કોંગ્રેસ દ્વારા GSC બેંક અને સહકારી મં...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

કરણ ગામમાં નવી શાળા નિર્માણ અટકતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Sep 2026, 11:28 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કરણ ગામમાં 105 વર્ષ જૂની શાળા તોડી નવી શાળા બનાવવા માટે મંજૂરી મળ્યા બાદ પણ સ્થાનિક વિવાદને કારણે કામ અટકાવી દેવાયું છે, જેના પગલે વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા નથી.

કરણ ગામમાં 105 વર્ષ જૂની શાળાને તોડી પાડીને નવી શાળા બનાવવા માટે તમામ કાનૂની મંજૂરીઓ પ્રાપ્ત થઈ ગઈ હતી. તેમ છતાં, ગામના કેટલાક સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલી અરજીઓને કારણે શાળા નિર્માણનું કાર્ય હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે.

આ વિવાદના કારણે ગામની શાળામાં અભ્યાસ કરતા બાલવાટિકાથી ધોરણ 8 સુધીના એકપણ વિદ્યાર્થી આજે શાળાએ આવ્યા નથી. સતત બીજા દિવસે પણ શાળા બંધ રહેતા વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર ગંભીર અસર પડી રહી છે અને તેમના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયો છે.

સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરીને શાળા નિર્માણનું કાર્ય ફરી શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનો અને વાલીઓની માંગ છે, જેથી બાળકોના શિક્ષણ કાર્યને પુનઃ ધમધમતું કરી શકાય.
📲Get App