🔥 TRENDING Punjab to Face Thunderstorms: Four-Day... Ujjain Engineer’s 502‑gram ‘Mira’ Came... 10,000 New Rajasthan Police Constables... Rajasthan Panchayat Elections Skip Dha... Western disturbance to bring rain to R... BJP to Deploy 300,000 Workers Ahead of...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એસટી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત

✍️ Reporter: Khalik bhai 🗓 30 Sep 2026, 04:28 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર ગઢડા ના બેડીયા–ખાંભા રોડ પર એસટી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત

ઝાલોદ–ઉના રૂટની એસટી બસનો આગળનો ભાગ કચડાયો; બે લોકોના મોત, ત્રણની હાલત નાજુક હોવાની માહિતી

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં બેડીયા–ખાંભા રોડ પર આજે ઝાલોદથી ઉના તરફ જતી એસટી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી મળતી પ્રાથમિક માહિતી મુજબ, એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કરનો ભયંકર અવાજ સંભળાતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત-બચાવ કામગીરીમાં જોડાયા હતા.
આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, જ્યારે ટ્રકમાં સવાર ડ્રાઇવર સહિત ત્રણ લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં ગીરગઢડા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અકસ્મતની ગંભીરતા જોતા મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે મૃતકો અને ઇજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા તથા ઓળખ અંગે સત્તાવાર વિગતો પોલીસ અને સંબંધિત તંત્રની તપાસ બાદ સ્પષ્ટ થશે
📲Get App