🔥 TRENDING Retired IAS Officer Rakesh Agrawal Mur... कटिहार पुलिस का एक्शन मोड: 24 घंटे में... ఆదిలాబాద్: పరిసరాల పరిశుభ్రతపై విద్యార... ભચાઉના સામખિયાળી નજીક સ્ક્રેપ યાર્ડમાં... ప్రోటోకాల్ ఏది.. మాపై దాడి చేస్తే బాధ్... रिमपी रानी के नेतृत्व में अध्यक्ष पद क...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

પેટલાદ-સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૧૬. ૩૪ કરોડ થી વધુ ના વિકાસકામોનું ખાતમુરત કરવામાં આવ્યું

✍️ Reporter: Malel Imranmiya Isubmiya 🗓 30 Sep 2026, 03:54 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પેટલાદ-સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૧૬. ૩૪ કરોડ થી વધુ ના વિકાસકામોનું ખાતમુરત કરવામાં આવ્યું

પેટલાદ-સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૧૬.૩૪ કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત
​ડભોઉ-પેટલી-ડેમોલ માર્ગ પહોળો કરાશે અને કોલોની ચોકડી પાસે નવું સર્કલ બનાવાશે
​નાણાં રાજ્યમંત્રી અને ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ તથા સોજીત્રા ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલના હસ્તે ભૂમિપૂજન સંપન્ન


ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પેટલાદ અને સોજીત્રા તાલુકાના ડભોઉ, પેટલી તથા ડેમોલ વિસ્તારમાં માર્ગ કનેક્ટિવિટી અને વાહનવ્યવહારને વધુ સુગમ બનાવવા માટે મહત્વપૂર્ણ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 'પેટલાદ-સોજીત્રા વિધાનસભા વિકાસયાત્રા' અંતર્ગત આયોજિત ખાતમુહૂર્ત સમારોહમાં રાજ્યકક્ષાના નાણાં મંત્રીશ્રી તથા વિસ્તારના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ અને સોજીત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલના કરકમલો દ્વારા ભૂમિપૂજન સંપન્ન થયું હતું.

મુખ્ય વિકાસકામોની વિગત:
​માર્ગ પહોળો કરવાની કામગીરી: સોજીત્રા તાલુકાના ડભોઉથી વસો તાલુકાના પેટલી થઈને પેટલાદ તાલુકાના ડેમોલ સુધીના મુખ્ય માર્ગને પહોળો કરવાનું કામ રૂ. ૧૫૨૮.૧૦ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે.
​નવા જંકશન/સર્કલનું નિર્માણ: ડભોઉ–પેટલી રોડ પર સ્થિત કોલોની ચોકડી પાસે રૂ. ૧૦૬.૨૦ લાખના ખર્ચે એક ભવ્ય અને મોટું સર્કલ બનાવવામાં આવશે.

આ વિકાસકામો પૂર્ણ થવાથી સમગ્ર વિસ્તારની રોડ કનેક્ટિવિટી મજબૂત બનશે, વાહનવ્યવહારની સુગમતા વધશે અને સ્થાનિક રહીશો તથા વાહનચાલકોનું આવાગમન વધુ નાગરિક-સાનુકૂળ અને સુવ્યવસ્થિત બનશે.
📲Get App