🔥 TRENDING CISF jawan opens fire, kills four coll... Kuki‑Zo Council Warns of Escalated Agi... Mizoram Starts Bus Service to Churacha... Women’s Group Starts MLA Signature Dri... TMC Says Audio of Its Talks with Elect... Meghalaya Government Moves to Curb Ban...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ચોટીલાના નાયબ કલેક્ટરની કાર્યવાહી: જામવાળી ગામમાંથી ૭૧ લાખથી વધુનો ગેરકાયદે કોલસો અને સાધનો જપ્ત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 30 Sep 2026, 01:08 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચોટીલાના નાયબ કલેક્ટર અને તેમની ટીમે થાનગઢ તાલુકાના જામવાળી ગામમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર કોલસાના ખનન પર મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં કુલ ૬૩ કુવાઓમાંથી આશરે ૭૧.૪૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે..

ચોટીલાના નાયબ કલેક્ટર એસ.વી.કલસરીયા અને તેમની ટીમે ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સાંજના ૪:૩૦ કલાકના અરસામાં થાનગઢ તાલુકાના જામવાળી ગામના સરકારી સર્વે નંબર ૧૦૫ અને ૧૦૬ વાળી જમીનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.આ તપાસ દરમિયાન તેઓએ ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરતા કુલ ૬૩ કુવાઓ શોધી કાઢ્યા હતા અને તેમને જપ્ત કર્યા હતા.જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ૨૩૫ મેટ્રિક ટન કોલસો, ૬૩ ચરખી, ૬૩ બકેટ અને ૭ એન્જિન મશીનનો સમાવેશ થાય છે.આ તમામ મુદ્દામાલની અંદાજિત કિંમત આશરે રૂ. ૭૧,૪૫,૦૦૦/- (એકોતેર લાખ પીસ્તાલીસ હજાર પુરા) થાય છે.હાલમાં મામલતદાર કચેરી થાનગઢ અને સુરક્ષિત જગ્યાએ મુદ્દામાલ ખસેડવાની કામગીરી ચાલી રહી છે,જેમાં મામલતદાર શ્રી થાનગઢ, ભુસ્તરશાસ્ત્રી શ્રી અને ખાણ ખનિજ વિભાગ સુરેન્દ્રનગરની ટીમ સામેલ છે..

આ સરકારી જમીનમાં ગેરકાયદેસર કોલસાનું ખનન કયા ઇસમો દ્વારા કરવામાં આવ્યું હતું તે અંગેની તપાસ હાલ ચાલુ છે.નાયબ કલેક્ટર દ્વારા મામલતદાર શ્રી થાનગઢ અને ભુસ્તરશાસ્ત્રીશ્રી ની ટીમને આ ૬૩ કોલસાના કુવાઓમાં ભવિષ્યમાં ગેરકાયદેસર ખનન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે દૈનિક દેખરેખ રાખવાની સૂચના આપવામાં આવી છે.
📲Get App