🔥 TRENDING અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મો... बारा वर्षांच्या अतिक्रमणाला अखेर ब्रेक... पिंपळगाव हरेश्वर भंगार दुकानांवर पोलिस... Sangram pur badh se road jam जळगाव जिल्ह्यात छेडछाडीला कंटाळून अल्प... ભરૂચ જિલ્લાના પ્રથમ હેરોઈન (NDPS) કેસન...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત જિલ્લામાં હાઈવે પર દબાણ અને ગેરકાયદે હોર્ડિંગ્સ સામે કડક કાર્યવાહીના આદેશ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Sep 2026, 05:40 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી માર્ગ સલામતી સમિતિની બેઠકમાં નેશનલ હાઈવે-53 પરના દબાણો અને અકસ્માત નોતરતા ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કરવા માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી.

સુરત જિલ્લામાં વાહનચાલકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા માર્ગ સલામતી સમિતિની 49મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં ખાસ કરીને નેશનલ હાઈવે-53 પર વધી રહેલા દબાણો અંગે ગંભીરતાથી સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે સંબંધિત અધિકારીઓને માર્ગો પરથી દબાણ તાત્કાલિક ધોરણે હટાવવાની કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે કડક સૂચનાઓ આપી હતી.

બેઠકમાં માર્ગ અને મકાન વિભાગની હદમાં આવતા સુરત જિલ્લાના મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર માર્જિનની જગ્યામાં મૂકવામાં આવેલા અનધિકૃત હોર્ડિંગ્સ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આવા ગેરકાયદે હોર્ડિંગ્સ વાહનચાલકોનું ધ્યાન ભંગ કરીને અકસ્માતની શક્યતાઓ વધારે છે અને ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ પણ ઊભી કરે છે.

કલેક્ટરે આવા જોખમી હોર્ડિંગ્સની તાત્કાલિક ઓળખ કરીને તેની સામે સત્વરે યોગ્ય અને કડક કાર્યવાહી કરવા માટે સંબંધિત તંત્રને સ્પષ્ટ તાકીદ કરી છે. આ પગલાંનો મુખ્ય હેતુ હાઈવે પરની સલામતી સુનિશ્ચિત કરવાનો અને ટ્રાફિક નિયમન સુધારવાનો છે.
📲Get App