🔥 TRENDING NC and BJP lawmakers clash over Jammu... J&K Government Rules Out Power Bill Wa... Woman found unconscious with injuries... આમોદના નાહિયેર ગામની સ્વામિનારાયણ વિદ્... મહીસાગર : કોંગ્રેસ vs ભાજપ - ચૂંટણી કમ... दोमुंहा सांप मामले में मैगलगंज थानेदार...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં ટેક્સટાઇલ કારખાનામાં ઘૂસી ધમકી આપી મશીનો બંધ કરાવ્યા, બે ઝડપાયા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Sep 2026, 12:30 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં ટેક્સટાઇલ કારખાનેદારો અને કારીગરો વચ્ચે પગાર વધારા મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમરોલી સ્થિત એક કારખાનામાં મોડી રાત્રે બે શખ્સોએ ઘૂસી મશીનો બંધ કરાવી ધમકી આપી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સુરતમાં ટેક્સટાઇલ કારખાનેદારો અને કારીગરો વચ્ચે પગાર વધારો, શિફ્ટ અને સાપ્તાહિક રજા મુદ્દે ચાલી રહેલો ગજગ્રાહ હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. અમરોલી સ્થિત અંજની ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-3માં સોમવારે મોડી રાત્રે બે શખ્સોએ લૂમ્સના કારખાનામાં ઘૂસી કારીગરોને 'કારખાનું બંધ નહીં કરો તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી બળજબરીપૂર્વક એકમો બંધ કરાવી દીધા હતા. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં તપાસનો ધમધમાટ શરૂ કરી ઓડિશાના બે યુવકોને દબોચી લીધા છે. તહેવારો ટાણે જ બનેલી આ ઘટનાથી સમગ્ર ટેક્સટાઇલ હબમાં ચિંતા અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

રાત્રે કારખાનામાં ઘૂસી મશીનો બંધ કરાવ્યાની ફરિયાદ મોટા વરાછા સ્થિત સાંઈ હાઈટ્સમાં રહેતા અને અંજની ઈન્ડસ્ટ્રીઝમાં શ્યામ સુંદર ટેક્સટાઈલ નામે લૂમ્સ યુનિટ ચલાવતા ભાવિક કાળુભાઇ પાલડીયાએ અમરોલી પોલીસ મથકે નોંધાવી હતી. ભાવિકભાઈ 28 સપ્ટેમ્બરની સવારે કારખાને પહોંચ્યા ત્યારે બાજુના યુનિટના સંચાલક હિમાંશુભાઈ જરીવાલાએ રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા થયેલી બબાલની જાણ કરી હતી.

ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ચકાસતાં રાત્રે આશરે 12.55 વાગ્યે બે યુવાનો કારખાનામાં પ્રવેશતા નજરે પડ્યા હતા. તેમણે નાઈટ શિફ્ટમાં કામ કરતા કારીગર સોનુને ધમકાવીને લૂમ્સના મશીનો તાત્કાલિક બંધ કરાવી દીધા હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને સીસીટીવી ફૂટેજના આધારે ઓડિશાના બે યુવકોની ધરપકડ કરી છે.
📲Get App