🔥 TRENDING Rajasthan schools to retain regular ti... 140 NDPS Cases in Amritsar See Seized... Amritsar Police Bust Three Drug‑Weapon... சரவெடி பட்டாசு வெடிக்க உச்சநீதிமன்றம்... शहडोल में दबंगों की प्रताड़ना से त्रस्... Madhya Pradesh Minister Udai Pratap Si...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સચિનના વાંઝ ગામમાં માથાભારે શખ્સનો ચપ્પુ સાથે આતંક, ગ્રામ પંચાયતની શાળાની અગાસી પર ચઢી ધમકીઓ આપી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Sep 2026, 05:32 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા વાંઝ ગામમાં આજે બપોરે એક શખ્સે ચપ્પુ બતાવી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. યુવક પર જીવલેણ હુમલો કર્યા બાદ આરોપી ગ્રામ પંચાયતની શાળાની અગાસી પર ચઢી ગયો હતો.

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા વાંઝ ગામમાં આજે ભરબપોરે એક માથાભારે શખ્સે ખુલ્લેઆમ ચપ્પુ લઈને આતંક મચાવતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીએ ગામના જ એક યુવક સાથે સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે તેણે આવેશમાં આવી પોતાની પાસે રહેલા ધારદાર ચપ્પુ વડે યુવક પર ઉપરાઉપરી જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર હુમલાને પગલે યુવક લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ફસડાઈ પડતાં ગામમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.

યુવક પર જીવલેણ હુમલો કર્યા બાદ આરોપી નાસી જવાને બદલે ગામમાં દહેશત ઊભી કરવાના ઇરાદે વધુ બેફામ બન્યો હતો. તે હાથમાં ખુલ્લી છરી લહેરાવતો સીધો ગ્રામ પંચાયત સંચાલિત શાળા તરફ દોડ્યો હતો અને અગાસી પર ચઢી ગયો હતો. છત પરથી તેણે નીચે ઊભેલા ગ્રામજનોને ગંદી ગાળો આપી હાથમાં રહેલું ચપ્પુ વીંઝીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આરોપીના આ હિંસક કૃત્ય અને દાદાગીરીના લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં તે સમગ્ર ગામને બાનમાં લેતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.

આરોપી દ્વારા મચાવવામાં આવેલા આતંક બાદ ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહામહેનતે આરોપીને નીચે ઉતારવાની કવાયત હાથ ધરી હતી. જોકે, આરોપી પોલીસને સહકાર આપી રહ્યો ન હતો. આ દરમિયાન, રોષે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ વાનનો ઘેરાવો કરીને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
📲Get App