🔥 TRENDING હિંમતનગરની લો કોલેજને પારુલ યુનિવર્સિટ... ચોટીલાના નાયબ કલેક્ટરની કાર્યવાહી: જામ... Delhi-NCR Implements New GRAP, Parking... Haryana FDA arrests two more in allege... Haryana Sends Entire Wrestling Squad t... Drishti IAS Publishes Daily Haryana Cu...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરતમાં જમવા બાબતે બોલાચાલી: નાના ભાઈએ મોટા ભાઈ પર બ્લેડ વડે હુમલો કર્યો,આંખમાં ગંભીર ઈજા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 30 Sep 2026, 12:08 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં જમવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં નાના ભાઈએ આવેશમાં આવી મોટા ભાઈ પર બ્લેડ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં મોટા ભાઈની ડાબી આંખમાં ગંભીર ઈજા પહોંચી છે, જેના કારણે અંધાપો આવવાની શક્યતા સેવાઈ રહી છે. પોલીસે આરોપી નાના ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

સુરતના-:
જહાંગીરપુરા વિસ્તારમાં ગઈકાલે સાંજે જમવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી મારામારીમાં પરિણમી હતી.સુમન વંદન આવાસ ખાતે રહેતા બે સગા ભાઈઓ વચ્ચે થયેલી તકરારમાં નાના ભાઈ નિલેશે આવેશમાં આવી જઈ પોતાના મોટા ભાઈ પિયુશ પર ઘરમાં પડેલી બ્લેડ વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં પિયુશને ડાબી આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.ઘટના બાદ ભોગ બનનાર પિયુશને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.સારવાર દરમિયાન જાણવા મળ્યું કે તેની ડાબી આંખમાં થયેલી ઈજા ગંભીર હોવાથી અંધાપો આવી શકે છે.આ અંગેની જાણ થતાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..

પોલીસ કમિશ્નર, અધિક પોલીસ કમિશ્નર અને નાયબ પોલીસ કમિશ્નરના કાયદો અને વ્યવસ્થા જાળવવાના નિર્દેશોના પગલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.બી.પરમારના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિજયભાઈ વાલજીભાઈ અને આસિસ્ટન્ટ લોકરક્ષક જયપાલસિંહ ઘેલાભાઈની ટીમે ત્વરિત કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી નિલેશ બાબુભાઈ વાણીયા (ઉ.વ.૨૩)ની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી.આરોપી નિલેશ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ ૧૧૮(૧),૧૧૮(૨) તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસની આ સરાહનીય કામગીરી બદલ પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી.પરમાર,આર.એસ.વસાવા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિજયભાઈ વાલજીભાઈ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રદિપભાઈ મોહનભાઈ,આસિસ્ટન્ટ લોકરક્ષક જયપાલસિંહ ઘેલાભાઈ અને નિલેશભાઈ પુનાભાઈને શ્રેય આપવામાં આવ્યો છે.
📲Get App