🔥 TRENDING Haryana's Vijay Hazare Trophy 2017-18... Haryana Aims to Lead Next Phase of Aut... India Post GDS 2026 Result Expected So... SGPC members asked to explain meeting... Indian Youth Gurpreet Sentenced to Dea... અમદાવાદમાં સાયબર ફ્રોડની 8 ફરિયાદો: 30...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધાંગધ્રા એસટી બસ સ્ટેન્ડ પર ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો અને સાયબર ક્રાઇમ અંગે માહિતગાર કરાયા

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 30 Sep 2026, 11:30 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા એસટી બસ સ્ટેન્ડ ખાતે ડ્રાઇવરો માટે ટ્રાફિક નિયમો અને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા એસટી બસ સ્ટેન્ડ ખાતે ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રાઇવરોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો હતો.

આ કાર્યક્રમ દરમિયાન, ડ્રાઇવરોને ટ્રાફિકના વિવિધ નિયમો, જેમ કે ગતિ મર્યાદા, ઓવરટેકિંગના નિયમો, અને સિગ્નલોના પાલન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ ઉપરાંત, અકસ્માતો નિવારવા માટે સાવચેતી રાખવાની સૂચનાઓ પણ અપાઈ હતી સિટી પોલીસ ના એ એસ આઈ મહાવીર સિંહ પઢીયાર તથા હેડ કોન્સ્ટેબલ રજની ભાઈ પટેલ તથા પીસી સંજયભાઈ ગાડું તથા પીસી પરસોત્તમભાઈ ટીબલ તથા હોમગાડ અને ટીઆરબીના જવાનો હાજર રહ્યા હતા

ટ્રાફિક નિયમોની સાથે સાથે, ડ્રાઇવરોને સાયબર ક્રાઇમ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. ઓનલાઈન છેતરપિંડી, ડેટા સુરક્ષા અને ડિજિટલ વ્યવહારોમાં સાવચેતી રાખવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ માહિતી ડ્રાઇવરોને સુરક્ષિત રહેવામાં મદદરૂપ થશે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App