स्थानीय
સુરત: બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટમાં સડેલા ખોરાકનો આરોપ, ગ્રાહકોએ વીડિયો વાયરલ કર્યો
સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટ 'બાર્બેક્યુ નેશન' ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનો ગંભીર આરોપસર વિવાદમાં સપડાઈ છે. ગ્રાહકોએ સડેલા બટાકા અને વાસી મશરૂમ પીરસવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
સુરતના પોશ ગણાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટ 'બાર્બેક્યુ નેશન' ગ્રાહકોને સડેલી અને વાસી ખાદ્યસામગ્રી પીરસવાના ગંભીર આરોપસર વિવાદમાં સપડાઈ છે. રેસ્ટોરન્ટમાં જમવા આવેલા કેટલાક ગ્રાહકોએ આરોપ લગાવ્યો છે કે અહીં તેમના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો ગ્રાહકો દ્વારા બનાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગ્રાહકો રસોડામાં રાખવામાં આવેલા કાળા પડી ગયેલા અને સડેલા બટાકા તેમજ દુર્ગંધ મારતા વાસી મશરૂમ કેમેરા સામે બતાવી રહ્યા છે. આ દ્રશ્યો ખાદ્ય સુરક્ષાના ધોરણો પર ગંભીર સવાલો ઉભા કરે છે.
એક રોષે ભરાયેલા ગ્રાહકે વીડિયોમાં જણાવ્યું હતું કે, 'આ એક નંબરની ઘટિયા હોટલ છે. અહીં ન કોઈ ક્વોલિટી છે, ન સેફ્ટી છે અને ન સર્વિસ છે. મશરૂમમાંથી દુર્ગંધ આવી રહી છે.' તેમણે વધુમાં ઉમેર્યું કે, ફરિયાદ કરવા છતાં મેનેજમેન્ટ તરફથી કોઈ યોગ્ય જવાબ મળ્યો નહોતો અને સ્ટાફ કિચન તથા કાઉન્ટર છોડીને ભાગી ગયો હતો. વીડિયોમાં અન્ય ગ્રાહકો પણ ભોજન છોડીને ટેબલ પરથી ઊભા થઈ ગયેલા જોવા મળે છે.
આ મામલે ફૂડ વિભાગના અધિકારી ભાવેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે, જો કોઈ ક્ષતિ જણાઈ આવશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ સ્થાનિક લોકો અને ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.