शिक्षा
લાઠી તાલુકા શાળામાં વાહનોની અવરજવરથી વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પ્રશ્નાર્થ
લાઠી શહેરની તાલુકા શાળામાં શાળા છૂટવાના સમયે વાહનોની અવરજવરથી વિદ્યાર્થીઓને અકસ્માતનો ભય રહે છે. આ અંગે વાલીઓએ શિક્ષણ વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
લાઠી શહેરની તાલુકા શાળામાં આશરે ૭૦૦ થી ૮૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળા છૂટવાના સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એક સાથે બહાર નીકળતા હોય છે. આ સમયે કેટલાક શિક્ષકો પોતાના ફોરવ્હીલ વાહનો લઈને વિદ્યાર્થીઓની સાથે જ શાળામાંથી બહાર નીકળતા હોવાની રજૂઆત સામે આવી છે.
વાહનોના હોર્ન અને અવરજવરથી નાના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોવાની અને અકસ્માતનો ભય રહેતો હોવાની ફરિયાદ વાલીઓ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને સાયકલ લઈને આવતા નાના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી શાળા છૂટવાના સમયે વાહનોની અવરજવર નિયંત્રિત કરવા અને વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠી છે. આ મુદ્દો શિક્ષકોના સમયપાલન અંગે પણ સવાલો ઉભા કરે છે.
આ અંગે શાળાના આચાર્ય સહિત તાલુકા અને જિલ્લા શિક્ષણ અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. વાલીઓએ શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.