National
ડીસા-પાલનપુર હાઈવે પર ટ્રક-બાઈક અકસ્માતમાં એકનું મોત, ટ્રાફિક જામ
ડીસા-પાલનપુર હાઈવે પર TV પેટ્રોલ પંપની સામે ટ્રક-બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો.
ડીસા-પાલનપુર હાઈવે પર TV પેટ્રોલ પંપની સામે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક બાઈક સવાર ટ્રકની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ ભયાનક અકસ્માતને કારણે ડીસા-પાલનપુર હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતના પગલે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.