🔥 TRENDING फर्रुखाबाद: खानपुर गांव में इलेक्ट्रॉन... पणजी, गोवा: 15वें राज्य सड़क सुरक्षा स... અંબાજીમાં 'દિવ્યાંગ સેવા સેતુ' કાર્યક્... સિયાવાડા ગામમાં મહિલા પર રીંછનો હુમલો,... અમરેલી: રાધેશ્યામ ફાટક 12 કલાક માટે વા... जैथरा: गुप्ता परिवार ने पितृपक्ष पर स्...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

ધારાપુર ગામમાં ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો, ભૂલકાઓ સાથે આનંદની પળો વિતાવી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Sep 2026, 07:40 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈડર તાલુકાના ધારાપુર ગામે આંગણવાડી ખાતે ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો, જેમાં નાનકડા ભૂલકાઓ સાથે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આનંદની પળો વિતાવવામાં આવી..

સાબરકાંઠામાં-:
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજે ઈડર તાલુકાના ધારાપુર ગામે આંગણવાડી ખાતે ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાનકડા ભૂલકાઓ સાથે આનંદની પળો વિતાવવાનો અવસર પ્રાપ્ત થયો.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, આંગણવાડી માત્ર બાળશિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ બાળકોના પોષણ, સંસ્કાર, શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટેની પાયાની ભૂમિ છે..

આંગણવાડી કાર્યક્રમો બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.કાર્યક્રમમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આંગણવાડી કાર્યકર્તાઓ,વાલીઓ અને સમાજે સાથે મળીને સેવા અને સહભાગિતાનો સંકલ્પ કર્યો. બાળકોના ચહેરા પરનું સ્મિત જ આપણા સંકલ્પની સાચી સફળતા છે, તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
📲Get App