🔥 TRENDING અકસ્માતગ્રસ્તો માટે કચ્છ કલેક્ટરની માન... Gujarati Film 'Amba' Launches First De... Gujarat High Court bars DNA report in... Gujarati ABP Live Provides Real‑Time N... বাগনানের বেনাপুর প্রাণবল্লভপুর পিকনিক... गोंडा: आंधी-तूफान ने बिजली व्यवस्था को...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહીસાગર પોલીસ અધિક્ષક શફીન હસન દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Sep 2026, 10:30 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર પોલીસ અધિક્ષક શફીન હસન દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું. આ દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરી અને રેકર્ડની સમીક્ષા કરાઈ..

મહીસાગરમાં-:
પોલીસ અધિક્ષક શફીન હસન દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું.આ નિરીક્ષણ દરમિયાન, પોલીસ અધિક્ષકે પોલીસ સ્ટેશનની એકંદર કામગીરી,જાળવવામાં આવતા રેકર્ડ અને વિવિધ શાખાઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું.પોલીસ અધિક્ષક શફીન હસને પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ફરજોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા અને નાગરિકોને સત્વરે ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા.તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની ભૂમિકા પર ભાર મૂક્યો..

આ વાર્ષિક નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ પોલીસ સ્ટેશનની કાર્યક્ષમતામાં સુધારો કરવાનો અને જાહેર જનતાને વધુ સારી સેવાઓ પૂરી પાડવાનો છે. પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ, લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન તેની કામગીરીને વધુ બહેતર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
📲Get App