🔥 TRENDING સુરતમાં ચોમાસા પહેલા મચ્છરજન્ય રોગચાળા... નખત્રાણાના છારી પૈયામાં દીપડાનો આતંક:... लोहरदगा के कुजरा गांव में खूंखार तेंदु... Maharashtra Approves ₹1.32 crore Expen... Maharashtra FDA Seizes ₹4.77 Crore in... Disciple of Premanand Maharaj Dies by...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડાલી પાસે કાર અકસ્માતમાં શિક્ષકને ઈજા, સારવાર માટે ખસેડાયા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Sep 2026, 08:32 PM 👁 83
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં વિવાઇ પાટીયા નજીક કાર ચાલકને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા શિક્ષકને સારવાર માટે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા..

સાબરકાંઠાના-:
વડાલી તાલુકામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.વિવાઇ પાટીયા નજીક કાર ચાલકને અકસ્માત નડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.સ્થાનિક સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત બાદ ઈજાગ્રસ્ત કાર ચાલકને તાત્કાલિક સારવાર માટે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.તેમની સ્થિતિ અંગે વધુ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી નથી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઈજાગ્રસ્ત વ્યક્તિ ખેરોજ આશ્રમશાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.આ અકસ્માત કઈ રીતે થયો તે અંગે ખેડબ્રહ્મા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App