🔥 TRENDING Assam Court Grants Bail to Two Zubeen... Assam Election Commission Delays Speci... Jharkhand Announces NEET UG 2026 Round... Three Children Drown in Village Pond i... US delegation in Dharamsala reaffirms... Jharkhand Accelerates Dhalbhumgarh Air...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કણાદરની સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની કેદ અને દંડ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Sep 2026, 11:40 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈડર સ્પે.પોક્સો કોર્ટે કણાદરની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર મોટા કંથારીયા ગામના આરોપીને ૨૦ વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને રૂ. ૪૦ હજાર દંડ અને ભોગ બનનારને રૂ.૧ લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે..

સાબરકાંઠાના-: ઈડર સ્પે.પોક્સો કોર્ટે એક સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને કડક સજા ફટકારી છે. કોર્ટે મોટા કંથારીયા ગામના હવસખોર આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત, કોર્ટે આરોપીને રૂ. ૪૦,૦૦૦ નો દંડ પણ ફટકાર્યો છે.કોર્ટના આદેશ મુજબ આરોપીએ ભોગ બનનાર સગીરાને વળતર રૂપે રૂ. ૧,૦૦,૦૦૦ ની રકમ ચૂકવવાની રહેશે.આ ચુકાદાથી સગીરા સાથે થયેલા અઘટિત કૃત્ય બદલ ન્યાય મળ્યો છે અને આવા ગુનાઓમાં કડક કાર્યવાહીનો સંદેશો આપવામાં આવ્યો છે..

આ ઘટના કણાદર ગામની સગીરા સાથે બની હતી, જેનું અપહરણ કરીને આરોપી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલો ઈડર સ્પે. પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો, જ્યાં પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો.
📲Get App