🔥 TRENDING मानक चौक ठाणे पुलिस में लक्ष्मी बैंक घ... દાહોદ માંથી બે મોઢાવાળો દુર્લભ સાપ મળી... असनावर के ग्राम पंचायत खेड़ला में पंचा... સહકારથી સ્વરોજગાર: અમર ડેરીમાં 100થી વ... ધણફુલીયામાં ‘દીકરીના નામની પ્લેટ’ અભિય... Man Arrested Within Hours of Killing L...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા એસ.ઓ.જી. દ્વારા વડાલી પાસેથી વિસ્ફોટક સામગ્રી સાથે એક આરોપી ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Sep 2026, 05:38 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસ.ઓ.જી. પોલીસે વિસ્ફોટક સામગ્રીના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા અપાયેલી સૂચનાના પગલે કરવામાં આવી હતી..

સાબરકાંઠામાં-:
કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવની સૂચના અન્વયે એટીએસ ચાર્ટર લગત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સૂચનાના આધારે, પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ.વાળા, એસ.ઓ.જી., સાબરકાંઠાના નેતૃત્વ હેઠળ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.યુ.ચૌધરી, શ્રી પી.એમ.ઝાલા અને એસ.ઓ.જી. સ્ટાફ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા.પેટ્રોલિંગ દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શ્રી હરપાલસિંહ જશવંતસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ શ્રી કલ્પેશકુમાર કેશવભાઈને મળેલી બાતમીના આધારે, વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ધામડી ગામની સીમમાંથી એક શંકાસ્પદ ઇસમ પાસેથી વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.આ સામગ્રી મારુતિ-૮૦૦ ગાડીમાં છુપાવેલી હતી..

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સુમિતસિંહ ચેનસિંહ (ચૌહાણ) રાજપુત, રહેવાસી આશાહાલી નારાયપુર, તા. રાયપુર, જી. ભીલવાડા, રાજસ્થાન (હાલ રહે. શ્રી નગર સોસાયટી, ઇડર, જી. સાબરકાંઠા) ને વિસ્ફોટ એક્ટ મુજબ અટક કર્યો હતો. આરોપીને વધુ કાર્યવાહી માટે વડાલી પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવ્યો છે.આ પ્રશંસનીય કામગીરીમાં એસ.ઓ.જી.ના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા હતા.
📲Get App