स्थानीय
એમ એન કોલેજ વિસનગર ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ માટે જાગૃતિ અભિયાન યોજાયું વિદ્યાર્થીઓએ લીધા શપથ

વિસનગર સ્થિત એમ એન કોલેજ દ્વારા કેમ્પસને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત કરવાના ઉમદા હેતુથી એક વિશેષ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત SRG અને NSSના સ્વયંસેવકો દ્વારા કૉલેજના વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં જ નાખવા માટે સંકલ્પબદ્ધ કરી શપથ લેવડાવવામાં આવ્યા હતા આ લીધેલા શપથનું સતત સ્મરણ રહે તેવા પ્રેરણાદાયી હેતુથી ધરતી બહેન દ્વારા ચલાવવામાં આવતા અભિયાનમાંથી પ્રેરણા લઈને વિદ્યાર્થીઓને રક્ષા પોટલી બાંધવાનો અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો જે હેઠળ પ્રથમ દિવસે જ ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને રક્ષા પોટલી બાંધવામાં આવી હતી આગામી સમયમાં કુલ ૧૦૦૦ રક્ષા પોટલીઓ બાંધવાના લક્ષ્યાંક સાથે શરૂ કરાયેલા આ અભિયાનના સફળ અને સુચારુ નેતૃત્વ બદલ ઉર્વશી બહેન હેત ભાઈ શ્રદ્ધા બહેન અને શાન ભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા કોલેજ પ્રશાસન અને સ્વયંસેવકો આગામી ૨ કે ૩ વર્ષમાં કેમ્પસમાં પાંદડાં સિવાય અન્ય કોઈ પણ પ્રકારનો કચરો ન રહે તેવું સંપૂર્ણ સ્વચ્છ અને પર્યાવરણપ્રેમી વાતાવરણ ઊભું કરવા માટે સંકલ્પબદ્ધ છે