ઇન્દ્રવર્ણામાં સર્વપિતૃ શ્રાદ્ધ નિમિત્તે પિતૃ તર્પણ યોજાયું
Watch on:
▶️ YouTube
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે સર્વપિતૃ શ્રાદ્ધ નિમિત્તે પિતૃ તર્પણ અને સ્મરણનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. માં નર્મદાના પવિત્ર સાનિધ્યમાં તથા ગરુડજીએ તપસ્યા કરેલી પાવન ધરતી પર આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર અને ઉપલા હનુમાનજી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ભાવિકોએ ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.
ભાવિકોએ પિતૃ તર્પણ, પિંડદાન અને પિતૃ પૂજન કરી પોતાના પિતૃઓનું સ્મરણ કર્યું હતું. મંત્રોચ્ચાર સાથે યોજાયેલી વિધિઓથી સમગ્ર સ્થળે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભક્તોએ પરિવાર, સમાજ અને સર્વના સુખ-શાંતિ તથા કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
આ કાર્યક્રમ સુરતવાળા દાદાના આશીર્વાદ અને પ્રેરણાથી તેમના પુત્ર મેહુલભાઈના આયોજન તથા માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે ભગત લાલસિંહ દાદા સહિત શ્રી ભાથીજી યુવક મંડળ સાથે જોડાયેલા હરિભક્તો, સેવાભાવી કાર્યકરો અને યુવક મંડળના સભ્યોનો સહયોગ રહ્યો હતો.
ધાર્મિક વિધિ બાદ બોરીયા સ્થિત વાલ્મીકિ આશ્રમ ખાતે ભોજન પ્રસાદીનું આયોજન કરાયું હતું. પરમ પૂજ્ય કમલાકર બાપુની ઉપસ્થિતિમાં ભાવિકોએ પ્રસાદીનો લાભ લીધો હતો.
સમગ્ર આયોજનમાં ધાર્મિક શ્રદ્ધા સાથે સેવા અને સંસ્કારની ભાવના જોવા મળી હતી. અંતે શ્રી ભાથીજી મહારાજ અને કુળદેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી તમામ પિતૃઓને શાંતિ તથા ઊર્ધ્વગતિ પ્રાપ્ત થાય અને તેમના આશીર્વાદ પરિવારજનો પર સદાય બની રહે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.