🔥 ट्रेंडिंग ચોટીલાના નાયબ કલેક્ટરની કાર્યવાહી: જામ... दिल्ली‑एनसीआर में नया GRAP लागू, AQI ब... हरियाणा FDA ने टेल्मा‑एएम नकली दवा जाल... हरियाणा ने एशियन गेम्स के लिए पूरी कुश... ड्रिश्टि IAS ने 30 सितंबर 2026 को HCS... छत्तीसगढ़ उपभोक्ता आयोग ने मॉल पार्किं...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

જાફરાબાદના કાગવદર ગામે ૧૮ દિવસમાં ત્રીજા મોરનું વીજલાઈનથી મોત

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 29 सित. 2026, 11:52 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે વિના એનર્જી કંપનીની પવનચક્કીની વીજલાઈનમાં આવી જતા કરંટથી વધુ એક રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું છે. છેલ્લા ૧૮ દિવસમાં આ ત્રીજી ઘટના બનતા પર્યાવરણપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે વિના એનર્જી કંપનીની પવનચક્કીની વીજલાઈનમાં આવી જતા કરંટ લાગવાથી રાષ્ટ્રીય પક્ષી મોરના મોતની ઘટના ફરી એકવાર સામે આવી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા મોરને પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે, જેના રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

પ્રાથમિક માહિતી મુજબ, વીજલાઈનમાં અચાનક આવી જવાથી મોરને કરંટ લાગ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં છેલ્લા ૧૮ દિવસમાં ભટવદર સહિતના વિસ્તારોમાં બે મોરના મોત બાદ આ ત્રીજી ઘટના બનતા સ્થાનિક પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામલોકો દ્વારા વીજલાઈનોની સઘન તપાસ કરીને પક્ષીઓની સુરક્ષા માટે કાયમી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરવામાં આવી છે.
📲Get App