🔥 TRENDING संतान प्राप्ति की दवाई के बहाने महिला... नाचना में इस बार सरपंच चुनाब धनबल बनाम... साइबर ठगी के म्यूल बैंक खातों पर कांके... Haryana CM Visits Jalandhar, Criticize... Deputy CM Saini Arrives in Jalandhar,... Chirag Paswan Accuses Rahul Gandhi of...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માંડવી મામલતદારની ટીમે મસ્કા ગામમાં ૧૧૦૦૦ ચો.મી. સરકારી જમીન પર થયેલા દબાણો હટાવ્યા
Local

માંડવી મામલતદારની ટીમે મસ્કા ગામમાં ૧૧૦૦૦ ચો.મી. સરકારી જમીન પર થયેલા દબાણો હટાવ્યા

✍️ Reporter: Salman sama 🗓 29 Sep 2026, 02:05 AM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંડવી તાલુકાના મસ્કા ગામમાં ખેડવાણ, રહેણાંક મકાન અને વાડ બનાવીને કુલ ૧૧૦૦૦ ચોરસ મીટર સરકારી જમીન પર કરાયેલા દબાણોને મામલતદારની ટીમે દૂર કર્યા છે. જેની જંત્રી કિંમત આશરે ૮.૮૦ લાખ રૂપિયા થાય છે.

માંડવી તાલુકાના મસ્કા ગામમાં સરકારી જમીન પર થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગામના સર્વે નંબર ૩૬૮/૦૦૧ પૈકીની કુલ ૧૧૦૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર ખેડવાણ, રહેણાંક મકાન અને ઓરસ ચોરસ ફરતે વાડ બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું.

આ દબાણ હેઠળ આવેલી જમીનની જંત્રી કિંમત આશરે ૮,૮૦,૦૦૦ રૂપિયા જેટલી થાય છે. આ સરકારી જમીનને દબાણમુક્ત કરવા માટે મામલતદાર-માંડવીની ટીમે સક્રિયતા દાખવી હતી અને અસરકારક કાર્યવાહી કરી હતી.

મામલતદારની ટીમે સ્થળ પર પહોંચીને દબાણકર્તાઓને સૂચના આપી હતી અને ત્યારબાદ બિનખેતી તથા રહેણાંક હેતુ માટે કરાયેલા દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ કાર્યવાહીથી સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર થયા છે.
📲Get App