🔥 ट्रेंडिंग गुजरात पेट्रोसिंथेस शेयर गिरकर 52‑सप्त... ग्वालियर के शिक्षक टीईटी विरोध में धरन... बुरहानपुर स्कूल में छात्रों ने झाड़ू उ... बिजली टावर के ऊपर से गिरने पर एक मजदूर... स्री चरणी बनीं सबसे ऊँची रेटिंग वाली आ... रिवनथ रेड्डी पर आलोचना जब बीजेपी पर 'भ...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

રાજ્ય મોનિટરિંગ સેલના અધિકારીએ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે અરજદારોની રજૂઆતો સાંભળી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 29 सित. 2026, 02:28 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગર સ્થિત રાજ્ય મોનિટરિંગ સેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલકુમાર વાઘેલાએ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે અરજદારોની ઓનલાઇન વિડીયો કોન્ફરન્સ દ્વારા રજૂઆતો સાંભળી હતી અને તેમના નિરાકરણ માટે કાર્યવાહી કરી હતી..

આજરોજ રાજ્ય મોનિટરિંગ સેલ, ગાંધીનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલકુમાર વાઘેલા દ્વારા મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે અરજદારોની ઓનલાઇન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રજૂઆતો સાંભળવામાં આવી હતી.આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ અરજદારોની અરજીઓના યોગ્ય નિરાકરણ અર્થે જરૂરી કાર્યવાહી કરવાનો હતો.આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.અધિકારીઓએ અરજદારોની સમસ્યાઓ અને સૂચનોને ધ્યાનપૂર્વક સાંભળીને તેના પર તાત્કાલિક પગલાં લેવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી..

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકને કારણે અરજદારોને પોતાના ઘરેથી જ પોતાની રજૂઆતો રજૂ કરવાની સુવિધા મળી હતી, જેનાથી સમય અને નાણાં બંનેની બચત થઈ હતી. રાજ્ય મોનિટરિંગ સેલ દ્વારા નાગરિકોની સમસ્યાઓના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
📲Get App