🔥 TRENDING કચ્છના યક્ષ મેળામાં ‘મોતના કૂવા’માં બુ... પોરબંદરથી મળેલી દીકરી શિવાની... તેના મ... ઉના શહેરમાં એક અજાણ્યાશક્શની લાશ મળી અકસ્માતગ્રસ્તો માટે કચ્છ કલેક્ટરની માન... Gujarati Film 'Amba' Launches First De... Gujarat High Court bars DNA report in...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ડીસામાં બિનઅધિકૃત કલરવાળા કોર્ન પફનો જથ્થો જપ્ત: ‘મે. પ્રકાશ ગૃહ ઉદ્યોગ’ સામે કાર્યવાહી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Sep 2026, 10:35 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસા સ્થિત ‘મે. પ્રકાશ ગૃહ ઉદ્યોગ’ પર દરોડા પાડીને બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક, નોન-પરમિટેડ કલર ધરાવતો ૩૦૧ કિલોગ્રામ કોર્ન પફનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે..

બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી બિનઅધિકૃત પેઢીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી (ખોરાક અને ઔષધ નિયમન તંત્ર) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.પાલનપુર વર્તુળ કચેરીના અધિકારીઓએ ડીસા ખાતે આવેલી ‘મે. પ્રકાશ ગૃહ ઉદ્યોગ’ નામની પેઢી પર અચાનક દરોડા પાડ્યા હતા..

આ દરોડા દરમિયાન, તપાસમાં નોન-પરમિટેડ (બિનઅધિકૃત) કલર ધરાવતો કોર્ન પફનો મોટો જથ્થો મળી આવ્યો હતો.આ અસુરક્ષિત ખાદ્ય પદાર્થનો કુલ ૩૦૧ કિલોગ્રામ જથ્થો જેની કિંમત આશરે રૂ.૩૭,૦૦૮ જણાવવામાં આવી રહી છે, તેને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે.આ કાર્યવાહી બાળકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે કરવામાં આવી છે. આવા બિનઅધિકૃત અને અસુરક્ષિત ખાદ્ય પદાર્થોના વેચાણ અને ઉત્પાદન સામે તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ નિયમિત તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
📲Get App