🔥 TRENDING Delhi-NCR Implements New GRAP, Parking... Haryana FDA arrests two more in allege... Haryana Sends Entire Wrestling Squad t... Drishti IAS Publishes Daily Haryana Cu... Chhattisgarh Consumer Commission calls... Two workers killed, four injured in po...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લીલીયા મોટામાં ચોરીની ઘટનાઓ અંગે કોંગ્રેસ દ્વારા પોલીસને રજૂઆત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 29 Sep 2026, 11:44 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લીલીયા મોટા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવો વધી રહ્યા છે. આ અંગે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસને લેખિત રજૂઆત કરી યોગ્ય તપાસ અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

લીલીયા મોટા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના નાના-મોટા બનાવો સતત બની રહ્યા છે. આ અંગે સ્થાનિક તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નીતિનભાઈ ત્રિવેદીએ લીલીયા મોટા પોલીસ સ્ટેશનના અધિકારીને આ મુદ્દે જાણ કરી હતી. તેમણે ચોરીના બનાવોની યોગ્ય તપાસ કરી જવાબદાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રજૂઆતમાં દાદાવાડી હનુમાન મંદિર અને બાપા સીતારામના ઓટા પરથી દાનપેટીની ચોરી તેમજ અમિતભાઈ બુહા, હિંમતભાઈ કાંકરેચા, પરેશભાઈ કાંકરેચા અને મહેશભાઈ બુહાની વાડીઓમાંથી કેબલ, બેટરી, ઝટકા મશીન જેવી વસ્તુઓની ચોરીની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા ચોરાયેલો મુદ્દામાલ પરત મેળવવા અને ગામમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ કરવામાં આવી છે. આ તકે વિજય કોરડીયા સહિત કોંગ્રેસ કાર્યકરો અને વાડી માલિકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App