🔥 ट्रेंडिंग हरियाणा के डीजीपी ने बताया 15-20 विदेश... हरियाणा ने 2030 तक पुलिस को आधुनिक बना... हरियाणा HTET 2025 संशोधित परिणाम जल्द... छत्तीसगढ़ कांग्रेस ने चुनाव आयोग के खि... लुधियाना में जशन-ए-इंक़िलाब पर पंजाब क... 35 वर्षीय कनाडाई राजनयिक, लुधियाना के,...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીમાં તા. ૩૦ સપ્ટેમ્બરે ‘સેવાસેતુ કાર્યક્રમ’નો ૧૨મો તબક્કો યોજાશે

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 29 सित. 2026, 11:12 AM 👁 16
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં તા. ૩૦ સપ્ટેમ્બરે ‘સેવાસેતુ કાર્યક્રમ’નો ૧૨મો તબક્કો યોજાશે

શહેરીજનોને આ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા નગરપાલિકા ચીફ ઓફિસરનો અનુરોધ

અમરેલી તા. ૨૮ સપ્ટેમ્બર
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને સતત મળતો રહે તેવા ઉમદા હેતુથી નગરપાલિકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ (શહેરી)ના ૧૨માં તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અન્વયે અમરેલી નગરપાલિકા વિસ્તાર માટે આગામી તારીખ ૩૦/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી જેશીંગપરા લેઉવા પટેલવાડી, શિવાજી ચોક ખાતે આ વિશેષ કેમ્પ યોજાશે.

આ સેવાસેતુ કાર્યક્રમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને વ્યક્તિગત સેવાઓ અને સરકારી યોજનાઓના લાભો તેમના રહેઠાણની નજીકના સ્થળે અને તે જ દિવસે ઓન-ધ-સ્પોટ પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવાનો છે. વહીવટી પ્રક્રિયા સરળ બનાવીને પ્રજાના પ્રશ્નો અને અરજીઓનો સ્થળ પર જ ઝડપી નિકાલ કરવામાં આવશે, જેથી નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે.

અમરેલી શહેરના તમામ વોર્ડના લાભાર્થીઓ અને નાગરિકોને આ સુવર્ણ તકનો લાભ ઉઠાવવા અને પોતાના જરૂરી આધાર-પુરાવાઓ સાથે નિયત સમયે ઉપસ્થિત રહેવા અમરેલી નગરપાલિકા ચીફ ઓફીસરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
📲Get App