🔥 ट्रेंडिंग राशि खन्ना ने राजिनिकांत और राम पोटीनन... मुम्बई बीएमसी ने फिल्म सिटी पर हुए व्य... नेरू सिंह ने एशियाई खेलों में महिलाओं... IHC थिएटर फेस्टिवल 2026 ने दस दिनों के... 2026 के लिए देरनेस भत्ता बढ़ोतरी: पूर्... सींग जिले में हिंसक झड़पें, मुख्यमंत्र...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

નાગ્રેચા ગામ નજીક દેશી બનાવટની બંદૂક સાથે એક ઝડપાયો

✍️ रिपोर्टर: Rameshbhai Ven 🗓 29 सित. 2026, 01:15 PM 👁 24
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પશ્ચિમ કચ્છ-ભુજ એસ.ઓ.જી.એ નાગ્રેચા ગામ નજીકથી દેશી બનાવટની મજલ લોડ બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી હથિયાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પશ્ચિમ કચ્છ-ભુજ એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) દ્વારા ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નાગ્રેચા ગામ નજીક આવેલા ચાદાસર તળાવની ઓગણ પાસે આવેલી બાવળની ઝાડીમાંથી દેશી બનાવટની મજલ લોડ બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.

પકડાયેલા ઈસમની ઓળખ દિનેશ જખુ કોલી, ઉંમર 32 વર્ષ, રહેવાસી મોટી ઉનડોઠ, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી રૂ. 2,000ની કિંમતની દેશી બનાવટની મજલ લોડ બંદૂક નંગ-1 કબજે કરી છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પારમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં એ.એસ.આઈ. માણેકભાઈ ગઢવી, સિદ્ધરાજસિંહ ઝાલા, પો.હેડ.કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ વાઘેલા અને પો.કોન્સ્ટેબલ વનરાજસિંહ જાડેજા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા. પોલીસે ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App